(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.ર૭
બનાસકાંઠા અને પાટણ જીલ્લા ના કેટલાક લેભાગુ ઈસમોએ અન્ય માલિક ની જમીન ખોટા દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખી હતી.
આવી જ છેતરપિંડી નો ભોગ ડીસા ના મહેન્દ્ર ઠાકોર બન્યા છે. જેમાં જમીન માફિયા પરેશ લખુ પટેલ (રહે,સલીમપૂરા), નીતાબેન પટેલ (પરેશ પટેલ ની પત્ની), વસંતજી નાઢાજી ઠાકોર (રહે- ભાટસણ), કાંતિ શંકર પટેલ (રહે-કાતરા), સુરેશ શંકર પટેલ (રહે-કાતરા), ઈશ્વરજી ઠાકોર.મંત્રી (રહે-કાતરા), દેવજી ઠાકોર (રહે -કણઝરા) સહિતના સાત જણાનીં ટોળકીએ મહેન્દ્ર ઠાકોર ખેતી જમીન લેવા ઇચ્છુક હોઈ તેમનો સંપર્ક સાધ્યો હતો.અને પાટણ જિલ્લાના કોઇટા ખાતે તેમની ખેતીલાયક ૩૪ વીઘા જમીન સસ્તામાં આપવાનીં વાત કરી તેમને લલચાવ્યા હતા.
જોકે હકીકતમાં આ જમીનના મૂળ માલિકો ઉષાબેન કાંતિભાઈ પટેલ, હંસરાજ પટેલ અને અન્યો હતા.જેઓ આરોપીઓ તેમની જમીન વેચવા ફરતા હોવાની વાત થી અજાણ હતા.જે બાદ આ તમામ આરોપીઓએ ભેગા થઈ આ જમીન ના મૂળમાલિક હંસરાજ નકલી ચૂંટણીકાર્ડ બનાવ્યું હતું.અને આરોપી સુરેશ શંકર પટેલે નકલી ચૂંટણીકાર્ડ બનાવી હંસરાજ નામ ધારણ કર્યું જ્યારે પરેશ પટેલે પોતાની પત્ની નીતાબેન પટેલને જમીન માલિક ઉષાબેન પટેલ બતાવી આ જમીન ચાર કરોડ માં ફરિયાદી ને વેચી હતી.જેમાં ફરિયાદીએ ખેતર ખરીદી પેટે આરોપીઓને અંદાજે પોણા બે કરોડ ચૂકવ્યા હતા.જોકે આરોપીઓ ખોટું બાનાખત બનાવી ભાગી છૂટ્યા બાદ ફરિયાદી ને છેતરાયાનો અહેસાસ થતાં ડીસા દક્ષિણ પોલીસમાં ફરિયાદ નોંધવી હતી.જોકે કરોડોનીં છેતરપિંડી કરી ભાગી છૂટેલા આરોપીઓ આટલેથી અટક્યા નહીં.અને એક છેતરપિંડી છુપાવા બીજી છેતરપિંડી નામદાર કોર્ટમાં કરી. ડીસા દક્ષિણ પોલીસમાં ફરિયાદ નોંધાતા તેમણે કોર્ટમાં ધરપકડથી બચાવ માટે આગોતરા જામીન અરજી મૂકી,જેમા પણ નકલી ઉષાબેન બનેલ મહિલાએ ઉષાબેનનીં ખોટી સહી કરી કોર્ટ ને પણ છેતરવાનીં કોશિશ કરેલ. જોકે ઓરિજિનલ ઉષાબેન પટેલને ધ્યાને આ વાત આવતા તેઓ કોર્ટે સમક્ષ સોગંદનામુ રજૂ કરતા અને કોર્ટ ના ધ્યાને આ વાત આવતા કોર્ટે તમામ વિરુધ્ધ ખોટી જાહેરાત અને સહી કરનારા આ આરોપીઓ વિરુધ્ધ નોટિસ કાઢી કાર્યવાહી હાથ ધરેલ છે.