(સંવાદદાતા દ્વારા)
પાટણ, તા.૩
પાટણમાં વધુ ત્રણ કેસો પ્રકાશમાં આવતા કોરોના પોઝિટિવની કુલ સંખ્યા ર૪ થઈ છે, જ્યારે જિલ્લાની સંખ્યા ૮પ ઉપર પહોંચી છે. પાટણ શહેરમાં બુધવારે નોંધાયેલ કોરોના પોઝિટિવ કેસમાં મદારશા વિસ્તારના ગોલવાડમાં રહેતા ઘીવાળા રમેશચંદ્ર શંકરલાલ (ઉ.વ.૬૩)ને તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે આજે કોરોના પોઝિટિવ આવ્યા હતા, જ્યારે મીરા દરવાજા-વણકરવાસમાં રહેતા મહેન્દ્રભાઈ મધુભાઈ સોલંકી (ઉ.વ.૪૨)ને ખાંસી સાથે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી, જેના રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત ચાચરિયા ચોકમાં વાયુ દેવતાની પોળમાં રહેતા ગોપેશ દશરથલાલ મોદી (ઉ.વ.૪૦)ને છાતીમાં દુઃખાવા સાથે ખાંસીની તકલીફ જણાતા ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ત્રણેયને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.