ગાંધીનગર,તા.રર
પાટણ જિલ્લાના દુદખા ગામના દલિત પરિવારની જમીન માટેની વારંવારની રજૂઆતો સંબંધે કોઈ પ્રતિભાવ ન મળતા ભાનુભાઈ વણકરે પાટણ કલેકટર કચેરી ખાતે ૧પમી ફેબ્રુઆરીના રોજ આત્મવિલોપન કરી લીધુ હતું જેના સમગ્ર દલિત સમાજ અને રાજયમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. ત્યાર બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના દલિત અગ્રણીઓની માગણીઓને ધ્યાને લઈ રાજય સરકારે આ ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે પોલીસ મહાનિરીક્ષકના અધ્યક્ષપદે ખાસ તપાસ દળ (એસઆઈટી)ની રચનાનો નિર્ણય કર્યો છે. આ તપાસપંચ ૩૧ માર્ચ સુધી તપાસ કરી અહેવાલ સુપરત કરશે એમ રાજય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
દલિત પરિવારની જમીનની માગણી માનલે બહેરા અને આંધળા બનેલા તંત્ર સામે આત્મવિલોપન કરી પોતાનો જીવ આપનાર ભાનુભાઈ વણકરના આત્મવિલોપન કેસ મામલે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પાટણ જિલ્લાના દુદખા ગામના દલિત પરિવારની ઘટના સંદર્ભે રાજ્ય સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર છે અને મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રુપાણીએ તમામ પ્રકારે સહાયરુપ થવા નિર્ણયો લઇને મદદ કરી છે. આ ઘટના સંદ્ર્‌ભે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ ઘટનાની ન્યાયીક તપાસ થાય તે માટે પોલીસ મહાનિરીક્ષકશ્રીના અધ્યક્ષસ્થાને ખાસ તપાસ દળ (એસ.આઇ.ટી.) રચવાનો નિર્ણય કર્યો છે. આ તપાસપંચ ૩૧ માર્ચ૨૦૧૮ સુધીમાં સંપૂર્ણ તપાસ કરીને અહેવાલ આપશે. કસુરવાર સામે કડકમાં કડક પગલા લેવાશે. કોઇ પણ વ્યકિતને છોડવામાં આવશે નહી. તેમણે ઉમેર્યું કે આ સમગ્ર કેસની તપાસ બાબતે રચાયેલ ખાસ તપાસ દળમાં શ્રી નરસિમ્હા કોમર, ૈંય્ઁ, અધ્યક્ષ, શ્રી કિરીટભાઇ અધ્વર્યુ, નિવૃત અધિક સચિવ, સભ્ય અને શ્રી મકરંદ ચૌહાણ, પોલીસ અધિક્ષક, સભ્ય સચિવની બનેલ જીૈં્‌ની રચના કરાઇ છે. ગૃહ મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ હતુ કે, પાટણ જિલ્લાના દુદખા ગામના દલિત પરિવારની ઘટાજમીન માટેની માંગણી અંગેની વારંવારની રજુઆતો સંબંધમાં કોઇ પ્રતિભાવ ન મળતા શ્રી ભાનુભાઇ જે. વણકરે તા.૧૫/૨/૨૦૧૮ના રોજ પાટણ કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કર્યં હતું અને . શ્રી ભાનુભાઇ વણકર ગંભીર રીતે દાઝી જતા તેઓને એપોલો હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન શ્રી ભાનુભાઇ વણકરનું તા. ૧૬.૨.૨૦૧૮ ના રોજ અવસાન થયું હતું. આ દુઃખદ બનાવ સંદર્ભે તા.૧૭ અને ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમ્યાન તેમના વિવિધ પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા તેમના પરીવાર જતો દ્વારા માંગણીઓ પણ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવી સંવેદનશીલતા પૂર્વક તેઓના પ્રશ્નોનો નિકાલ કરવાનો પ્રયાસ હાથ ધરીને તેઓની માંગણીઓ પર કાર્યવાહી કરવા રાજ્ય સરકારે તૈયારી દાખવી હતી. મંત્રીશ્રી જાડેજા એ ઉમેર્યું હતું કે તેમના પરીવારજનો દ્વારા જે માંગણીઓ કરાઇ હતી તે સંદર્ભે પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામની ઘટના સંદર્ભે ખાસ કિસ્સા તરીકે શરતોને આધિન જમીન નિયમબધ્ધ કરી આપવા કલેકટર પાટણ દ્વારા તા.૧૯/૨/૨૦૧૮ના રોજ હુકમ કરવામાં આવેલ છે.તેમણે ઉમેર્યું કે સ્વ.શ્રી ભાનુભાઇ વણકરના પુત્ર ભાર્ગવકુમાર ભાનુપ્રસાદ મેઉવા કે જેઓ જામવાડા પ્રાથમિક શાળા, તાલુકો સાતલપુર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓ તેમના પરીવારજનો સાથે રહી શકે તે માટે રાજ્ય સરકારે સંવેદનશીલતા દાખવીને તેઓની સિધ્ધપુર તાલુકાની ઇન્દીરાનગર(કાકોશી) પ્રાથમિક શાળામાં તા.૨૧/૨/૨૦૧૮ના રોજ બદલીના હુકમો પણ કરી આપ્યા છે.