પાટણના બગવાડા દરવાજા ખાતે આજે વાલ્મિકી સમાજ દ્વારા હાથરસના ગેંગરેપનાં જઘન્ય કૃત્યના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને ઉદ્દેશી આવેદનપત્ર આપી ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચતી કરવા રજૂઆત કરી હતી.