પાટણ, તા.૧૧
આજરોજ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી અને સ્વતંત્ર સેનાની ભારત રત્ન મૌલાના અબુલ કલામ આઝાદની ૧૩૨મી જન્મજયંતીના પ્રસંગે પાટણ જિલ્લા/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે દુઆ કરી તેઓને ખીરાજે અકીદત (શ્રદ્ધાંજલિ) આપવામાં આવી હતી અને આજના યુવાનો આવા મહાન વ્યક્તિને પોતાના આદર્શ બનાવી અને અનુસરી ભારત દેશને સમગ્ર વિશ્વફલકમાં ગતિમાન રાખવામાં મદદરૂપ થવા અપીલ કરી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભૂરાભાઈ સૈયદ, શહેર ચેરમેન યુસુફખાન બલોચ, યાસીન મીરઝા, શહેર કોંગ્રેસ પ્રમુખ શંકરલાલ મોદી, અબ્દુલ કાદિર કાદરી, જમાલભાઈ સોદાગર, દિનેશ ભીલ, અનશ શેખ વગેરે કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.