વડોદરા, તા.૧૮
શહેરના પાણીગેટ પોલીસે બે દિવસ પૂર્વે ચેઇન સ્નેચીંગના ગુનામાં ધરપકડ કરેલ આરોપી પોલીસ જવાનોને ચકમો આપી પોલીસ મથકમાંથી ફરાર થઇ ગયો હતો. મોડી સાંજે પોલીસ મથકમાંથી ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે દોડધામ કરી મુકી હતી. જોકે, આખરે આરોપી બપોરે ઝડપાઈ જતાં પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. રીઢો ગુનેગાર અજય રતીલાલ વસાવા ફરાર થઇ જતાં પોલીસે તેને ઝડપી પાડવા માટે દોડધામ કરી મુકી હતી. અને તાત્કાલિક ધોરણે પોલીસે ચાર ટીમો બનાવી બોરસદથી પોર સહિતના સ્થળોએ દરોડા પાડયા હતા દરમિયાન ફરાર આરોપી સરદાર એસ્ટેટ પાસેથી પોલીસના હાથે ઝડપાઇ જતા રાહતનો શ્વાસ લીધો હતો.