ભરૂચ, તા. ૧૮
જુના ભરૂચ ના વડાપાડા રોડ પર આવેલ વિસ્તાર માં પાણી ની લાઈન માં જોઈન્ટ નાખવા મુદ્દે સ્થાનિક વોર્ડ ૧૦ના કોર્પોરેટર ના પતિ એ કોન્ટ્રાક્ટર ને ધાક ધમકી આપી જોઈન્ટ નાખવા ની ના કહેતા પાણી વગર વલખા મારતા વિસ્તાર ના રહીશો એ વિરોધ પ્રદર્શન કર્યું હતું.જુના ભરૂચ શહેર ના વોર્ડ નંબર ૧૦ અને ૧૧ ની વચ્ચે આવેલ વડાપાડા રોડ વિસ્તાર ના રહીશો છેલ્લા કેટલાય વખતો થી પાણી ની સમસ્યા થી પડાઈ રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટરો તેમજ તંત્ર ના કાને અવાર નવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તાર ના રહીશો આજે પણ પાણી ની એક એક બુંદ માટે તરસી રહ્યા છે અને કાળઝાળ ગરમી વચ્ચે વપરાશ માટે ના પાણી માટે તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.સ્થાનિકો ના આક્ષેપો મુજબ તેઓનો વિસ્તાર વોર્ડ નંબર ૧૧ માં આવેલ છે અને તેઓ ની અવાર નવાર પાલિકા તંત્ર માં રજૂઆત ના પગલે ત્યાં પાણી ની લાઈન માટે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરન્તુ વોર્ડ નંબર ૧૦ ના કોર્પોરેટર ફરીદા બેન બોમ્બે વાલા ના પતિ મોહજમ બોમ્બેવાલા એ પાણી ની લાઈન નું કામકાજ કરનાર કોન્ટ્રાક્ટર ને ધમકીઓ આપી કામ ન કરવાનું જણાવતા પાણી ની લાઈન નું કામકાજ બંધ પર્યુ છે અને વડાપાડા રોડ વિસ્તાર ના સ્થાનિકો આજે પણ પાલિકા ના ફાયર વિભાગ નું પાણી ભરવા માટે મજબુર બન્યા છે. ફાયર ના બંબા ને જોઈ સ્થાનિકો કાળઝાળ ગરમી ના માહોલ માં લાંબી લાઈનો લગાવી પાણી ભરી રહ્યા છે.આજ રોજ સ્થાનિકો એ હાથ ના બેડા તેમજ પાણી ભરવા ની સાધન સામગ્રી સાથે ભેગા થઇ સમગ્ર મામલા અંગે મીડિયા સમક્ષ તેઓ ની વેદના કરી હતી સાથે વર્ષો થી પાણી માટે વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે પણ જણાવ્યું હતું.તો બીજી તરફ લોકો ના આક્ષેપો નો ભોગ બનેલ અને સ્થાનિક કોર્પોરેટર ના પતિ મહોજમ બોમ્બેવાલા સ્થળ ઉપર આવતા સ્થાનિક આગેવાન તસનીમ ઘડિયાળી અને લોકો નો રોષ નો સામનો કરવો પડ્યો હતો અને થોડા સમય માટે લોકો નો હોબાળા અને તું તું મેં મેં જેવા દ્રસ્યો સર્જાયા હતા.
તો બીજી તરફ સમગ્ર મામલે વડાપાડા રોડ વિસ્તાર માં રહીશો દ્વારા કરવામાં આવેલ આક્ષેપો ઉપર કોર્પોરેટર ફરીદા બેન ના પતિ મોહજમ બોમ્બે વાલા એ પણ તેઓ ઉપર લગાવવા માં આવેલ આક્ષેપો ને પાયા વિહોળા ગણાવ્યા હતા અને તેઓ એ કોઈ પણ પ્રકાર ની ધાક ધમકી પાણી લાઈન ના જોઈન્ટ કરવાના મામલા માં આપી નથી તેમ જણાવ્યું હતું.