વડોદરા, તા.ર૪
ડભોઈ-વડોદરા રોડ પર નાર્કોટિક્સ ડ્રગ્સ લઈને જતા પાદરા તાલુકાના જાસપુર ગામના એક યુવાનને કાર સાથે પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ૧૭ કિલો ડ્રગ્સનો જથ્થો કબજે કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, ડભોઈથી વડોદરા તરફ એક વ્યક્તિ વર્ના કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને જવાનો છે તેવી બાતમીના આધારે જિલ્લા એસઓજીએ ડભોઈ નજીક આવેલી માહી હોટલ પાસે ગઈ સાંજે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. બાતમી મુજબની કાર આવતા તેને રોકી કારમાં તપાસ કરતાં પાછળની સીટ પર એસએસ મટિરિયલ લખેલ એક થેલો હતો. આ થેલામાં બે પ્લાસ્ટિકની પાદર્શક થેલી મળી હતી જેમાં સફેદ રંગનો પાવડર હતો.