(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧
પાદરા તાલુકાના હરણમાલા ગામે રહેતી ૪૨ વર્ષીય મહિલાના ગર્ભાશયના ઓપરેશન બાદ તેણીનું પેટ ફૂલી જતાં તેણીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લવાઇ હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે વડુ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પાદરાના હરણમાલા ગામે રહેતા દક્ષાબેન હિંમતસિંહ જાદવ (ઉ.વ.૪ર)ને પેટમાં અસહ્ય દુઃખાવો શરૂ થયો હતો. જેથી તેમને ગત તા.૧૯મીના રોજ બોરસદ ખાતે આવેલ ખાનગી હીરલ નામની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં હોસ્પિટલના તબીબો દ્વારા દક્ષાબેનની સારવાર હાથ ધરી હતી. જેમાં પેટમાં દુઃખાવાનું કારણ ગર્ભાશયમાં તકલીફ હોવાનું આવ્યું હતું. જેથી તબીબી તેણીના ગર્ભાશયના ઓપરેશન કરવાની સલાહ આપી હતી. જેથી પરિવારજનોની સંમતિથી ગર્ભાશયનું ઓપરેશન કર્યું હતું. તે બાદ તેણીને હોસ્પિટલમાંથી રજા આપી હતી. ઘરે આવ્યા બાદ મહિલા દર્દીનું પેટ સામાન્ય કરતા વધુ ફુલી ગયું હતું. આ સાથે તેણીને ઉલ્ટીઓ શરૂ થઇ હતી. આ અંગેની સારવાર શરૂ કરી હોવા છતાં પણ ઉલ્ટીઓ બંધ થતી ન હોવાથી તેણીને સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ દક્ષાબેન જાદવનું ફરી નવેસરથી નિદાન કરતાં તેણીના ગર્ભાશયને નુકસાન થયું હતું. દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
પાદરાના હરણમાલા ગામે રહેતી મહિલાનું ગર્ભાશયના ઓપરેશન બાદ મોત

Recent Comments