(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
પાદરા ટાઉનના અફિણવાળા ખાંચામાં સોનું ગાળવાનું કામ કરતા કારીગરે રૂા.૧૨.૬૧ લાખની કિંમતનું કાચુ સોનું ૪૭૦ ગ્રામ લઇ ફરાર થઇ જતાં સોના-ચાંદીનો ધંધો કરતા સંતોષભાઇ પવારે કારીગર વિરૂદ્ધ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પાદરા ગામના અફિણવાળા ખાંચામાં સંતોષભાઇ શંકરભાઇ પવાર સોના-ચાંદી ગાળવાનું ધંધો કરે છે. તેમની દુકાને રાહુલ ઉર્ફે શ્રીકાંત સંજયભાઇ ચોરમુલે (રહે. મહારાષ્ટ્ર, સાંગલી) નાનો સોનુ ગાળવાનું કામ કરતો હતો. તેને સંતોષ પવારની દુકાનેથી કાચુ સોનું ૪૭૦ ગ્રામ જેની કિંમત રૂા.૧૨.૬૧ લાખનું લઇ ઓગળવા માટે લઇ ગયો હતો. તે બાદ આ સોનું લઇને પરત ન આવતા સંતોષ પવારે કારીગર રાહુલ ચોરમુલે વિરૂદ્ધ વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.