બોડેલી,તા.ર૪
પાવીજેતપુર તાલુકાના નાની અમરોલ ગામના વિપુલભાઈ ઈલસિંગભાઈ રાઠવા પોતાની મોટરસાયકલ પાછળ માતા ગેનાબેન ઈલસિંગ રાઠવાને બેસાડી સીંગલા ગામેથી સાંજે પરત ફરતાં હતા ત્યારે પાનવડ ગામની સીમમાં એક અજાણ્યા ટ્રેક્ટરે મોટરસાયકલને ટક્કર મારતા વિપુલભાઈ અને ગેનાબેન મોટરસાયકલ પરથી નીચે પડી જતા બન્નેને ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને સારવાર અર્થે છોટાઉદેપુર સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગેનાબેનનું મોત નિપજ્યું હતું. પાનવડ પોલીસ ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.