અંકલેશ્વર, તા.૧૫
કોરોના વાયરસની મહામારીમાં કેટલાયે પરપ્રાંતના કામદારો ફસાઈ ગયા હતા અને તેઓના વતનમાં જવા માટે વંચિત રહી ગયા હતા. તેવો એક કિસ્સો પરપ્રાંતના શ્રમજીવીઓ પોતાની વ્યથા રજૂ કરી હતી. અંકલેશ્વર નજીક પાનોલી ઓદ્યોગિક વસાહતમાં હજારો પરપ્રાંતના કામદારો તથા શ્રમજીવી મહેનત કરીને પોતાનું પેટિયું રળતા હતા જ્યાં કોરોના વાયરસની મહામારીને લઈ એકાએક લોકડાઉન જાહેર કરાતા તમામ રેલ સેવા તથા વાહન વ્યવહાર બંધ થઈ જતા તેઓ પાનોલી આદ્યોગિક વસાહત ખાતે ફસાઈ જવા પામ્યા હતા જ્યાં તેઓ પાસે કોઈપણ જાતની જમવાની સુવિધા ન હતી. તેઓ બિહારના ૭૦ જેટલા શ્રમજીવીઓ હતા. જે અંગે બિહાર ખાતે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને જાણ કરી હતી. તેઓએ ગુજરાતના લોકલાડીલા નેતા તથા રાષ્ટ્રીય નેતા તથા રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલને જાણ કરતા અહમદભાઈએ તુરત જ પોતાના માદરે વતનમાં પાનોલીના સ્થાનિક અગ્રણી સોહેલ પટેલ તથા તાલુકાના કોંગ્રેસ અગ્રણી મગનભાઈ પટેલને જાણ કરતા તેઓ તુરત જ જરૂરી રાશન તથા અનાજની વ્યવસ્થા કરી હતી અને જરૂરી સેવા કરવા બદલ ૭૦ જેટલા કામદારો તથા શ્રમજીવીઓએ અહમદભાઈ તથા સોહેલ પટેલ અને મગન પટેલના કાર્યની સરાહના કરી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો જે બાબતે તેજસ્વી યાદવે અહમદભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
પાનોલીની એક ફેક્ટરીમાં ફસાયેલા ૭૦ જેટલા પરપ્રાંતિય મજૂરોની વ્હારે આવ્યા અહમદ પટેલ

Recent Comments