અંકલેશ્વર, તા.૫
અંકલેશ્વર તાલુકાના પાનોલી ખાતે આવેલ ઔદ્યોગિક વસાહતના પ્રમુખ તરીકે સતત ૨૧માં વર્ષે પણ પ્રમુખ પદ જાળવનાર બી.એસ. પટેલ એક નવતર રેકોર્ડ નોંધાવ્યો છે. હાલમાં જ યોજાયેલી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સર્વાનુમતે બી.એસ.પટેલને ફરી એકવાર પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. જે ભરૂચ જિલ્લાના ઈતિહાસમાં એક રેકોર્ડ છે.
ભરૂચ જિલ્લો એમ પણ ઔદ્યોગિક હબ તરીકે સમગ્ર વિશ્વના ફલક ઉપર મશહૂર છે ત્યારે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં સમયાંતરે ચૂંટણીઓ યોજાય છે. જ્યારે પાનોલી ઉદ્યોગ મંડળમાં ચૂંટણીની જાહેરાત થાય છે. પરંતુ તમામ એકમો વર્ષોથી બી.એસ. પટેલને પ્રમુખ તરીકે સ્વીકારતા આવ્યા છે અને સર્વાનુમતે એમની વરણી પણ થાય છે. આ અંગે બી.એસ.પટેલે જણાવ્યુ હતું કે, પાનોલીના તમામ ઔદ્યોગિક એકમોનો હું આભાર માનું છું. એમની કોઈ પણ સમસ્યામાં હું હંમેશા ઊભો રહીશ એ વિશ્વાસ સાથે જ એમને મને ફરી એકવાર પ્રમુખ બનાવ્યો છે.