અંકલેશ્વર, તા.ર૧
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ વોન્ક્સન્સ કેમિકલ કંપનીમાં કેમિકલ રિએક્શનની કામગીરી ગ્લાસ કન્ડેનશનમાં બ્લાસ્ટ થતા નાશભાગ મચી જવા પામી હતી. ગેસની અસરના કારણે એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણ કામદારોને ગેસની નજીવી અસર થઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પાનોલી જીઆઇડીસીમાં આવેલ વોન્ક્સન્સ કેમિકલ કંપનીના પ્લાન્ટ માં કેમિકલ રિએક્શનની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન પ્રેસર વધતા ગ્લાસ કન્ડેનશનમાં બ્લાસ્ટ થતા ગેસ લીકેજ થતા નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોને ગેસની અસર થઇ હતી. આ ઘટનામાં અંકલેશ્વરના અંદાડા ગામે રહેતા છોટુલાલ પાટીલની હાલત ગંભીર જણાતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણ કામદારોને નજીવી અસર થઇ હતી. આ બનાવના પગલે જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ દોડી આવી તપાસનો દૌર શરૂ કર્યો હતો.
પાનોલી જીઆઇડીસીમાં આવેલ કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત : ત્રણને ઈજા

Recent Comments