વાપી,તા.૨૨
વલસાડ જિલ્લામાં પારડી નગરપાલિકામાં નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર હારતા તેઓએ ભાજપના જીતેલા ઉમેદવાર ઉપર હુમલો કરી હોસ્પિટલ ભેગો કરી દીધો.
હાલમાં જ ભાજપના જીતેલા નગરપાલિકાનાં વોર્ડ નંબર ત્રણના બીજેપીના મોઝમ અલી અન્સારી જ્યારે તેઓ ત્રણેય મિત્રો સાથે ચા પીવા માટે હોટલ પર ગયા હતા. ત્યારે ત્યાં હાજર કોંગ્રેસના હારેલા ઉમેદવાર પરવેઝ અબ્દુલકાદર તાઈ અને તેની સાથે તેઓના મિત્રો અસલમ નજીર અન્સારી, આદમ નજીર અન્સારી, ફારુક નજીર અન્સારી રહેવાશી- પારડી અને અબ્દુલા સિદ્દીક રહેવાસી વાપી વાતો કરતા હતાં. ત્યારે ભાજપના જીતેલા અલી અન્સારીએ કોગ્રેસના હારેલા અસલમ અન્સારી પાસે પોતાના બાકીના નિકળતા રુપિયાની માગણી કરતા બંને વચ્ચે ઝપાઝપી થઇ અને છુટા પડીને અલી અન્સારી ત્યાથી વલસાડથી ઝાંપા મસજીદ પાસે ઊભો હતો ત્યારે પરવેઝ તાઈ, આદમ અન્સારી, અસલમ અંસારીએ લોખંડના પાઈપથી માથાંમાં, પગમાં અને પીઠમાં ફટકારી ઘાયલ કરતાં અલી અન્સારીને પારડી હોસ્પિટલમાં દાખલ કરતાં તેઓના પગમાં ફેકચર અને માથાંમા ટાંકા લેવા પડયા છે.પારડી શહેરમાં આ બનાવથી લોકોના ટોળાંઓ દવાખાનામાં ઊમટી પડયા હતા.