(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
વડોદરા સેન્ટ્રલ જેલમાં દુષ્કર્મનાં આરોપી તરીકે સજા ભોગવી રહેલા પારૂલ યુનિ.ના તત્કાલિન મેનેજીંગ ટ્રસ્ટી ડા. જયેશ પટેલને જેલમાં તબિયત બગડતાં સારવાર માટે આજે સવારે સયાજી હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર અર્તે મેડીસીન વિભાગમાં મોકલી આપવામાં આવ્યા હતા.
ડા.જયેશ પટેલે તેમની યુનિ.માં નર્સિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ કર્યાનો આરોપ ધરાવે છે. જેના ભાગરૂપે તેમને સેન્ટ્રલ જેલમાં સજાનાં ભાગરૂપે રાખવામાં આવ્યા છે. સેન્ટ્રલ જેલમાં તેમની અચાનક પેટમાં દુઃખાવાની સાથે તબિયત બગડતાં સારવાર અર્થે જેલનાં સત્તાવાળાઓ એ સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.