અમરેલી, તા.૨ર
ધારીની યુવતીને તેના મુંબઈ સ્થિત પતિએ માનસિક અસ્વસ્થ બનાવવા તાંત્રિક પાસે લઇ જઈ તાંત્રિક વિદ્યા કરાવી સ્પાય કેમેરાથી પત્નીના ફોટા લઇ સોશ્યલ મીડિયા ઉપર અપલોડ કરી સામાજિક બદનામી કરી પાલક પિતા સાથે ચારિત્ર્ય અંગેનો આળ મૂકી બ્લૅકમેલીંગ કરી નોટરી રૂબરૂ પત્નીના છૂટાછેડાના કાગળો ઉપર સહી લઇ કથિત વીડિઓ અને ફોટાના બદલામાં પૈસાની માંગણી કરતા પત્નીએ મુંબઈ સ્થિત પતિ સામે અમરેલી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર ધારીના વિસાવદર રોડ ઉપર રહેતી અને મુંબઈ ખાતે લગ્ન થયેલ અલ્પાબેન બચુભાઇ વાલજીભાઇ લીબાસીયાના મુંબઈ સ્થિત પતિ ઉમંગભાઈ સતિષભાઈ પોપટ ઠક્કર રહે કાંદિવલી વેસ્ટ મુંબઈવાળાએ પત્ની અલ્પાબેનને માનસિક રીતે અસ્વસ્થ બનાવવા તેમના તાંત્રિક વિદ્યા કરાવી પત્નીની જાણ બહાર સ્પાય કેમેરા વડે વીડિયો અને ફોટોગ્રાફ્સ લઇ સોશ્યલ મીડિયા પર અપલોડ કરી પત્નીની સામાજિક બદનામી કરી તેણીના પાલક પિતા સાથે અનૈતિક સબંધ હોવાની ખોટી અફવાઓ સમાજમાં ફેલાવી અલ્પાબેનના પાલક પિતાની સામાજિક પ્રતિષ્ઠને હાનિ પહોંચાડવાની ધમકીઓ આપી બ્લૅકમેલીંગ કરી નોટરી સમક્ષ રૂબરૂ છુટા છેડાના કાગળો ઉપર તેમની મરજી વિરુદ્ધ સહીઓ લઇ વીડિયો અને ફોટોઓના બદલામાં રૂપિયાની માંગણી કરી પતિ ઉમંગ અને તેના મળતિયાઓ દ્વારા ગુન્હામાં મદદગારી કરતા અલ્પાબેને અમરેલી મહિલા પોલીસ સ્ટેશનમાં મુંબઈ સ્થિત પતિ ઉમંગ સામે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ સ્ટેશનના એ એસ આઈ શારદાબેન જેઠવાએ તપાસ હાથ ધરેલ છે.