૨૩ પોલીસકર્મીઓ સહિત ૪૩ ક્વૉરન્ટાઈન
(એજન્સી) પાલઘર,તા.૨
મહારાષ્ટ્રમાં આવેલા પાલઘર લિંચિંગ મામલે એક આરોપો કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. તે ગત દિવસોમાં વાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં હતો. આરોપીને પહેલા પાલઘર ગ્રામીણ હોસ્પિટલના એક આઇસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવ્યો હતો અને હવે તેને જેજે હોસ્પિટલમાં કેદી વોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આરોપી લોકઅપમાં જ કોરોના સંક્રમણનો શિકાર થયો છે જ્યાં લગભગ અંદાજે અન્ય ૨૦ આરોપીઓને તેની સાથે એક જ સેલમાં રાખવામાં આવ્યાં હતા. એક મળતી જાણકારી મુજબ તેના સંપર્કમાં આવેલા ૨૦ આરોપી અને ૨૩ પોલીસ કર્મચારીઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે અને બધાના સેમ્પલ લેવામાં આવ્યાં છે. મહારાષ્ટ્ર ગત ૧૬ એપ્રિલના રોજ પાલઘરમાં ભીડ દ્વારા બે સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યાના સંબંધમાં રાજ્યની પોલીસની સીઆઇડીએ વધુ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. એક અધિકારીએ આ અંગેની જાણ કરી છે. આ પાંચ વ્યક્તિ સહિત આ મામલે અત્યાર સુધીમાં ૧૧૫ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જેમાંથી ૯ સગીર છે.
Recent Comments