(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા.૨
પાલનપુર તાલુકાના કુશ્કલ ગામે બોર ઓપરેટ તરીકે ફરજ બજાવતા એક કર્મચારી બોરની ઓરડીમાં લાઈટ ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતા મોત નિપજ્યું છે. જેની જાણ પોલીસને થતા મૃતદેહને પાલનપુર સિવિલમાં પીએમ માટે લાવી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના કુશ્કલ ગ્રામ પંચાયતમાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ પુંજાભાઈ જુડાલ બોરની ઓરડીમાં લાઈટ ચાલુ કરવા જતા એકા એક ચાલુ વિજ લાઈનના વાયરને અડકી જતા વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું હતુ. જેની જાણ આજુબાજુના ગામ લોકોને થતા લોકો દોડી આવ્યા હતા.અને તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી.જેથી તેમના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા.અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગઢ પીએસઆઈ એચ.કે.ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.