પાલનપુર, તા.૮
મજલિસે દઅવતુલ હક્ક અને પાલનપુર મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા હઝરત મૌલાના અબ્દુલ કુદદુસ સાહેબ (પ્રમુખ મજલિસે દઅવતુલ હક્ક)ના અધ્યક્ષ સ્થાને કોવિડ સેન્ટરમાં પ્રત્યક્ષ, પરોક્ષ રીતે સેવા આપનાર લોકોના ઋણ સ્વીકાર સમારંભનું આયોજન કરાયું હતું. સમારંભમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડો. સલીમ એન શેખ (એમ.ડી.), મુખ્ય મહેમાન પદે ડો. મુનીર મન્સુરી (પ્રમુખ પી.એમ.ડી.એ.) ડો. રિજવાન અલી લોઢીયા, ડો.અનિસ મન્સુરી (એમ.ડી), મૌલાના મોહમદયુસુફ ગઠામણ, મૌલાના અલાઉદ્દીન દાંતા ઉપસ્થિત રહ્યા હતા.
કોવિડ સેન્ટર શરૂ થયાથી પુર્ણાહુતિ સુધી સહયોગ આપનાર ખડે પગે ઉભા રહી સેવા આપનાર ડોક્ટરો, સામાજિક કાર્યકરો, મદદરૂપ થનાર લેબના ડોક્ટરો, ટેક્નિશિયનો, પ્રત્યક્ષ, પરોક્ષ રીતે સાથ સહકાર આપનાર દરેકને શાલ ઓઢાડી, પ્રશસ્તિતપત્ર પાઠવી સન્માનિત કરાયા હતા.
કોવિડ સેન્ટરમાં પાંચ માસમાં ૮૩૦ દર્દીઓને સારવાર આપી સાજા કર્યા હતા, નિઃશૂલ્ક સારવાર, દવા તથા પૌષ્ટિક આહાર સહિત સુવિધાઓ આપવામાં આવી હતી.
હઝરત મૌલાના અબ્દુલ કુદદુસ તથા ડો.મુનીર મન્સુરી, ડો. રિજવાન અલી લોઢીયા, ડોકટર અનીસ મન્સુરી, અન્ય મહાનુભાવો પ્રાસંગિક પ્રવચનો આપી દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો, બંન્ને સંસ્થાઓ ભવિષ્યમાં જ્યારે પણ સમાજ દેશને જરૂર પડશે સેવા માટે ખડે પગે ઉભી રહશે તેવું બંને સસ્થાના પ્રમુખોએ જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જમીયત ઉલમાં બનાસકાંઠાના જનરલ સેક્રેટરી, અતિકુરરેહમાન કુરેશી, કોવિડ સેન્ટરના કેમ્પસ ડાયરેક્ટર આરીફભાઈ ઘાસુરા, ડો.સાદીકભાઇ મેમણે કર્યું હતું, આભારવિધી ઉસ્માનખાન પઠાણે કરી હતી.