(સંવાદદાતા દ્વારા) પાલનપુર,તા.ર૦
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના ગઠામણમાં કોરોના પોઝિટિવના વધુબે કેસ સોમવારે નોંધાયા છે. જોકે, આ વખતે કોરોનાનો કેસ ગામના અન્ય મહોલ્લામાંથી મળતાં લોકલ સંક્રમણ વધી રહ્યું છે. જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે સાથે હવે આ બે યુવતીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી તેમને હોમ ક્વોરન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠામાં સોમવારે કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યાં પાલનપુર તાલુકાના એક માત્ર ગઠામણ ગામમાં લોકલ સંક્રમણથી વધુ બે કેસ બહાર આવ્યા છે. જ એક પછી એક નવા કેસ બહાર આવી રહ્યા છે. જોકે, આ વખતે કોરોનાનો કેસ ગામના અન્ય મહોલ્લામાંથી મળતાં લોકલ સંક્રમણ વધી રહ્યું છે. જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે સાથે હવે આ બે યુવતીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી તેમને હોમ ક્વોરન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગામમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની ૧૦ થવા સાથે બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૨ થવા પામ્યો છે.