પાલનપુર, તા.૧૧
પાલનપુરમાંંથી એક યુવક-યુવતીને ભગાડી ગયો હતો. યુવતીનો પત્તો ન લાગતા યુવતીના પરિવારે આ કેસમાં સંડોવાયેલા મનાતા એક યુવકનુંં અપહરણ કર્યું હતું. દરમિયાન, અપહૃત યુવકના પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે અપહરણકારોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરમાં રહેતા એક પરિવારની યુવતીને ભાવેશ માળી નામનો યુવક ભગાડી ગયો હતો. જેથી યુવતિના પરિવારે યુવતીની શોધખોળ હાથ ધરી હતી. પરંંતુ યુવતીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ યુવતીના પરિવારને માહિતી મળી હતી કે, યુવતીને ભગાડી જનાર યુવકની તમામ માહિતી ડીસા હાઇવે ઉપર રહેતા કાંતિભાઇ રાવળ જાણે છે. જેથી યુવતિના પિતા સહિતના ચાર શખસોએ કાંતિભાઇનુંં ગત મોડીરાત્રે ઇન્ડીકા ગાડીમાંં અપહરણ કરી લીધુ હતું. જેથી ગભરાઈ ગયેલો કાંતીભાઇનો પરિવાર પશ્ચિમ પોલીસ સ્ટેશન દોડી જઇ સમગ્ર ઘટનાની આપવીતી વર્ણવી હતી. દરમિયાન, પોલીસે મામલાને ગંભીરતાથી લઈને જુદી-જુદી ટીમો બનાવી ડીસા ખાતેથી ૪ અપહરણ કારોને ઝડપી લીધા હતા. પોલીસે અપહરણ કરાયેલા કાંતીભાઇ રાવળને મુક્ત કરાવતા પરિવારે હાશકારો અનુભવ્યો હોવાનું પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. સોલંકીએ જણાવ્યું હતું.