પાલનપુર, તા.૮
બનાસકાંઠા જિલ્લાની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનોએ તેમની વિવિધ માંગણીઓને લઈ પાલનપુર ખાતે રેલી યોજવાની હતી. જોકે, તંત્ર દ્વારા રેલીને મંજુરી ન આપી સાત આગેવાન બહેનોને પોલીસના વાહનમાં કલેકટર કચેરીએ આવેદનપત્ર માટે લવાયા હતા. બીજી તરફ અન્ય બહેનોએ સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજી કલેકટર કચેરી પહોચી હતી.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, લાખણી, દિયોદર, ભાભર, કાંકરેજ, થરાદ, વાવ અને સુઈગામ તાલુકાની આંગણવાડી ઓમાં ફરજ બજાવતી બહેનોએ પોતાના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે અગાઉ સરકારમાં રજૂઆતો કરી છે. ધરણાં સહિતના કાર્યક્રમો આપ્યા છે. પરંતુ સરકાર દ્વારા ઉકેલ લવાતો નથી. ત્યારે બુધવારે પાલનપુર ખાતે રેલી યોજવાની હતી. જેના માટે સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઇ હતી. જોકે, તંત્ર દ્વારા રેલીને મંજુરી ન આપતાં આંગણવાડી બહેનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જ્યાં આંગણવાડી કર્મચારી સભા ગુજરાતના પ્રમુખ ચંપાબેન પરમાર સહિત અગ્રણી બહેનોએ સરકાર વિરોધમાં ભારે સુત્રોચ્ચાર કરી કલેકટરને આવેદનપત્ર આપવાનો આગ્રહ રાખતાં આખરે સાત આગેવાન બહેનોને પોલીસના વાહનમાં કલેકટર કચેરીએ આવેદનપત્ર માટે લવાયા હતા. બીજી તરફ અન્ય બહેનોએ સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજી કલેકટર કચેરી પહોચી હતી. અને પોતાના પડતર પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેકટરને આવેનદપત્ર આપ્યું હતુ.
પાલનપુરમાં તંત્રની મંજૂરી વગર આંગણવાડી બહેનોની વિશાળ રેલી

Recent Comments