પાલનપુર,તા.૧ર
પાલનપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં ૪ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ હજુ સુધી પોલીસ પક્કડથી ફરાર છે. જેના આરોપીને ઝડપી લેવા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
બનાસકાંઠાના પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં એક ૪ વર્ષની બાળકી પર કોઇ નરાધમે બાળકી ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડાઇ છે. જેના પગલે પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસની જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓ ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે. પરંતુ આજદીન સુધી પોલીસ આરોપીને ઝડપી લેવામાં નિષ્ફળ નીવડી છે. જેના પગલે બનાસકાંઠા જમીયત ઉલમા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી આરોપીને ઝડપી લેવા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ઘટનાથી બાળકીની માતાની માનસીક હાલત સારી ન હોવાથી તેને સહાય કરવામાં આવે તેવી માંગ કરી હતી. જેમાં પ્રમુખ મૌલાના અબ્દૂલકુદૂસ નદવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.