પાલનપુર, તા.ર
એસીબીને અવારનવાર મળતી અમીરગઢ ચેક પોસ્ટ પર આચરવામાં આવતા ભ્રષ્ટાચારની ફરિયાદને આધારે ગત મોડી સાંજે પાલનપુર એસીબી પીઆઈ કે.જે. પટેલે અમીરગઢ ચેક પોસ્ટ પર સ્ટાફ સાથે દરોડો પાડી છટકુ ગોઠવી અમીરગઢ આરટીઓ ચેક પોસ્ટ પર કાજર આસિ. ઈન્સ્પેકટર એમ.એસ. ચૌધરી તથા ગાર્ડ ડાભી કાન્તિભાઈ સાગરભાઈ ર૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા આબાદ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે.
અમીરગઢ ચેક પોસ્ટ પર ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતા માલવાહક વાહનો પાસેથી ગેરકાયદેસર પૈસા પડાવતા હોવાની માહિતી એસીબી પાલનપુરને મળી હતી જેથી એસીબી પીઆઈ કે.જે. પટેલ સ્ટાફ સાથે એક ટ્રક ડ્રાઈવરનો સહકાર માંગી છટકુ ગોઠવેલ જેમાં આરટીઓ ઈન્સ્પેકટર એમ.એસ.ચૌધરી તથા ગાર્ડ ડાભી કાન્તિભાઈ સાગરભાઈ રૂા.ર૦૦૦ સ્વીકારતા ઝડપાઈ ગયેલ જ્યારે ફોલ્ડરીયા મુકેશભાઈ શંકરલાલ પટેલ નાસી ગયેલ જેથી એસીબી પાલનપુર દ્વારા ભ્રષ્ટાચાર અધિ.૧૯૮૮ની કલમ-૭,૮, ૧ર, ૧૩(ઘ) તથા ૧૩(ર) મુજબ ગુનો દાખલ કરેલ છે.
પાલનપુર એસીબીના અમીરગઢ ચેકપોસ્ટ પર દરોડા : આરટીઓ ઈન્સ્પેકટર લાંચ લેતાં ઝડપાયા

Recent Comments