પાલનપુર, તા.પ
મજલિસે દઅવતુલ હકક અને પાલનપુર મુસ્લિમ ડોકટર એસોસિએશનના સંયુકત ઉપક્રમે ઓગષ્ટ-૨૦૨૦મા માનવસેવા સાથે શરૂ કરવામાં આવેલ પાલનપુર કોવિડ હેલ્થ સેન્ટરને છ માસની લાબી સેવા બાદ દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડાને ધ્યાને રાખી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ. આ સેન્ટરમાં આજ દીન સુધી ૮૩૦ દર્દીઓને સારવાર આપી સાજા કરવામાં આવેલ છે.
૩-જાન્યુઆરી-૨૦૨૧ રવિવારના રોજ સેન્ટરમાં ફરજ બજાવનાર સરકારી તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડીકલ સ્ટાફ, રસોઇ અને સફાઇ સ્ટાફનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં નિષ્ઠાપૂર્વઁક સેવા બજાવનારની કામગીરીને બિરદાવવી પ્રશસ્તિતપત્ર અને ગીફ્ટ આપી બહુમાન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા મજલિસે દઅવતુલ હકકના પ્રમુખ હઝરત મૌલાના અબ્દુલ કુદ્દુસ તથા ઁસ્ડ્ઢછના પ્રમુખ ડો.મુનીરભાઇ મનસુરી ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપી સંસ્થા સાથે જોડાયેલ લોકો તથા સેવા આપનાર તમામે તમામનો આભાર માન્યો હતો.
આ વિદાય સમારંભ પ્રસંગે ડો.રેશ્માબેન નોડલ ઓફિસર, આરીફભાઇ ધાસુરા, ડો.આસિફ સુથાર, ડો.રિયાઝ શેખ, ડો.રાહિપ મેમણ, ડો.સાદિક મેમણ ઉસ્માનખાન પઠાણ, કિફાયતુલ્લાહભાઇ ઉપસ્થિત રહી સર્ટિફિકેટ અને ગીફટ અર્પણ કર્યુ હતું.
આભાર વિધી સેન્ટર ડાયરેકટર આરીફભાઇ ધાસુરાએ કરી હતી અને સંચાલન અતિકુરરેહમાન કુરેશીએ કર્યું હતું.