ડીસા, તા.૧૦
બીજા તબકકાનું ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. જલારામ મંદિરથી બગીચા સુધી તાજેતરમાં બનાવેલો રોડ ખોદી દેવામાં આવ્યો હતો. તેના લીધે છેલ્લા એક માસથી વાહનચાલકો અને રાહદારીઓ ધૂળ ફાકવાની સાથે અહીંથી મહા મુસીબતે પસાર થતા હતા. આ બાબતે અવારનવાર મીડિયા સમક્ષ રાહદારીઓએ પોતાની પીડા ઠાલવી હતી જેને લઈને પાલિકા તંત્ર હરકતમા આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે આ મુખ્ય માર્ગને નવીન બનાવવાની કામગીરી હાથ ધરતા ડીસા વાસીઓમાં ઉત્સાહ ફેલાયો હતો જોકે પાલિકા દ્વારાં આ માર્ગને માત્ર અડધો જ બનાવી સંતોષ માની લીધો હતો. શહેરના હાર્દ સમાં આ માર્ગ ને માત્ર અડધો જ બનાવવા પાછળનો હેતુ શું હોઈ શકે ? હાલ તો સમગ્ર શહેરમાં આ બાબત ચર્ચાની એરણ ઉપર છે.
પાલિકાએ કામગીરી અડધેથી જ છોડી મૂકતા વાહનચાલકોને મુશ્કેલી ડીસાનાં જલરામ મંદિર બગીચા સુધીનો માર્ગો અડધો જ બનાવાયો

Recent Comments