ડીસા, તા.રપ
છેલ્લા પાંચ વર્ષથી ડીસાની અમનપાર્ક ઉપદ્રવ સોસાયટીમાં સફાઈ તથા રોડ ન બનતા ચોમાસામાં ઠેર-ઠેર ખાબોચિયા ભરાઈ જાય છે. જેના લીધે મચછરોનો ઉપદ્રવ થતા ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. આ અંગે સ્થાનિક રહીશ ઈબ્રાહિમ ભાઈ ધોશી એ વારંવાર નગરપાલિકામાં મૌખિક રજૂઆત કરી હતી પરંતુ નગરપાલિકા દ્વારા વચનો આપવામાં આવી રહ્યા છે. પાલિકાની કચરાની ગાડી પણ ફસાઈ જતા જેસીબીથી કાઢવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા દરેક વેરા વસૂલ કરવામા આવે છે જ્યારે પાયાની સુવિધા ન આપતા જનતામાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે ચીફ ઓફિસર તાત્કાલિક અમનપાર્ક સોસાયટીની મુલાકાત લઈ રોડ સફાઈ તથા લાઈટનો સુવિધાઓ ઉપલબ્ધ કરાવી લોકોની તકલીફ દૂર કરે તેવી જન માંગ છે. જ્યારે બન્ને વોર્ડના કોર્પોરેટરો અંગત રસ લઈ લોકોને પડતી તકલીફ દુર કરે તેવી જન માંગ છે. નહિંતર નવેમ્બરમાં યોજાનારી પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેવો સૂર પ્રજામાં વર્તાઈ રહ્યો છે.