અંકલેશ્વર, તા.૨૪
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરની શાળાઓમાં સ્માર્ટ બોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવાના હેતુસર અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓને અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન ચૈતન્ય ગોળવાલા, સભ્ય જનક શાહના સૌજન્યથી ૬ સ્માર્ટ બોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. આજ રોજ ગોયાબજાર ખાતે આવેલ મુખ્ય શાળા નંબર એકમાં સ્માર્ટ બોર્ડ અર્પણ કાર્યક્રમમાં રાખવામાં આવ્યો હતો. જેમા નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, ચૈતન્ય ગોળવાલા, શાસક પક્ષના નેતા જનકભાઈ શાહ, શહેર ભાજપા પ્રમુખ નરેન્દ્ર પટેલ, મહામંત્રી ભાવેશ કાયસ્થ તથા સમિતિના અધ્યક્ષ કિંજલ ચૌહાણ, ઉપાધ્યક્ષ ગણેશ અગ્રવાલ તથા સમિતિના સભ્યના જિગ્નેશ અંદાડિયા ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચન રશ્મિકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં રાજ્ય રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગજેન્દ્ર પટેલે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.