(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.૩૦
એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર ડી.ડી.પરમાર તથા સ્ટાફ તથા પાલિતાણા રૂરલ પો.સ્ટે.ના પ્રો.સ્ટ.ના. પ્રો.પોલીસ સબ ઈન્સ. આર.એચ.બાર તથા સ્ટાફના માણસો ગત રાત્રીના પેટ્રોલિંગમાં હતા દરમ્યાન સાથે પોલીસ કોન્સ. હરેશભાઈ ઉલવા તથા નિતીનભાઈ ખટાણાની સંયુક્ત બાતમી આધારે પાલિતાણાના બડેલી ગામના બીપીનસિંહ ઉર્ફે બ્રીજરાજસિંહ રવુભા ગોહિલની વાડીએ પ્રોહિ. અંગેની રેઈડ કરતા વાડીમાં નળમાંથી ઘાસ તથા તલસરા નીચે તથા ફોર્ડ ફીગો કાર રજી નંબર. જીજે ૧ કેએન ર૬પરમાં છુપાવી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની નાની મોટી કંપની સીલપેક બોટલ નંગ ૧પર૪ (પેટી નંગ ૧૦પ) કિ.રૂા.૩,૭૮,૦૦૦ તથા મોબાઈલ ફોન પ કિ.રૂા.૯પ૦૦/- તથા કાર ૧ કિ.રૂા.ર,પ૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬,૩૭,પ૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧) બીપીનસિંહ ઉર્ફે બ્રીજરાજસિંહ રવુભા ગોહિલ રહે.બડેલી તા.પાલિતાણા (ર) ભાવેશભાઈ ઉર્ફે બાબુ જેઠાભાઈ ચાવડા રહે. શિહોર (૩) અલ્પેશભાઈ ઉર્ફે લાલો મનુભાઈ મકવાણા રહેવાસી ભરતનગર વાળાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવેલ છે.