પાલિતાણા શહેરમાં ગરીબો માટે રાહતદરે લાઈફલાઈન જનરલ હોસ્પિટલનું પીરે તરીકત સૈયદ સરકાર જહાંગીરબાપુ ઉર્ફે સજાદબાપુના હાથે રીબીન કાપી હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં પીરે તરીકત સૈયદ મુખ્તાર હુસેન બાપુ ચિશ્તી, આબીદબાપુ ચિશ્તી, અમાનત અલી બાપુ ચિશ્તી,બાશીદભાઈ ડેરૈયા, અકીબભાઈ મલેક, શાહરૂખભાઈ પઠાણ, રફિકભાઈ ડેરૈયા, આરીફભાઈ શેખ પત્રકાર હોસ્પિટલ ઉદ્‌ઘાટન પ્રસંગે હાજરી આપી હતી. હોસ્પિટલમાં તમામ રોગોનું નિદાન કરી રાહતદરે દવા આપવામાં આવશે.