પાલીતાણા, તા.૧
પાલીતાણા નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રની હત્યા કરનાર હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
બનાવની વિગત અનુસાર પાલીતાણા શહેરના દાણાપીઠ વિસ્તારમાં ઉધારીમાં મોબાઈલ નહીં આપવાના મામલે ઐયુબ ઉસ્માનભાઈ સૈયદ (ઉ.વ.૨૭)ની અમીન ઈબ્રાહીમ ઉર્ફે ઈભુ દલ તથા તેની સાથેના બે શખ્સોએ છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. જે અંગે મૃતકના પિતા ઉસ્માનભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આરોપી અમીન ઈબ્રાહિમભાઈ ઉર્ફે ઈબુભાઈ દલ દુધવાળા રહે.પાલીતાણા તળાવ વિસ્તાર કાળાકલરનું ટી શર્ટ તથા વાદળી કલરનું જિન્સ પેન્ટ પહેરેલ છે. જે હાલ શેલાણા ચોકડીથી સાવરકુંડલા જવાના રસ્તે ગુનામાં વપરાયેલ બાઈક સાથે ઊભો છે. જેની ઉક્ત જગ્યાએની આરઆરસેલ ભાવનગર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોવર્ડે આરોપીને ઝડપી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધેલ છે. આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ ત્રિભોવન સોલંકી, પો.કો.એઝાઝખાન પઠાણ તથા નીતિનભાઈ ખટાણા વગેરે જોડાયા હતા.