પાલીતાણા,તા.૧૪
તિર્થનગરી પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ બંધી છે કે નહીં તે કહેવું મુશ્કેલ બન્યુ છે ? તેવું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે. પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી પીએસઆઈની જગ્યા ખાલી છે. અહીંના પીઆઈની બદલી અન્ય જગ્યાએ થતાં તે જગ્યા ખાલી હોય જેથી બુટલેગરોએ ફરીથી પોતાના ધંધામાં સક્રિય થયાનું શહેરીજનોમાં ચર્ચાય રહ્યું છે ! તેમજ આંકડાઓ પણ ખાનગીમાં ચાલું હોવાનું સંભળાય છે ! બહારથી આવતા યાત્રાળુ પણ અસૂરક્ષિત મહેસુસ થતા હોવાનું જૈન સાધુ એ પત્ર પાઢવી એસપીને જાણ કરેલ છે. છેલ્લા ઘણાં સમયથી દારૂ બંધી હોવા છતાં છાશ વારે પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણો દારૂ પકડાયો છે. જેથી દારૂ બંધીના લીરે લીરા ઉડી રહ્યાં છે. તેમજ પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ! છેલ્લા ઘણા સમયથી પોલીસની ધાક બુટલેગરો, લૂટારૂ, ચોર, અસામાજિક તત્ત્વો ઉપર ઢીલી પડી રહી હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.