પાલેજમાં જી.આઈ.ડી.સી સ્થિત આવેલ કંપનીઓના પ્રદૂષણની સમસ્યાના સમાધાન માટે પાલેજ ખાતે ગામ આગેવાનો દ્વારા માર્ગો ઉપર ઉતરી વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. જેમાં પાલેજની પી.સી.બી.આઈ. કંપની વિરૂદ્ધમાં સૂત્રોચાર પણ કર્યા હતા. સહી ઝુંબેશમાં પાલેજના ઇલ્યાશ ખાન પઠાણ, વીરેન્દ્ર સિંહ ગોહિલ, ઘનશ્યામ પટેલ, ઝફુરખાં પઠાણ, શબ્બીર પઠાણ, મલંગ પઠાણ, ઇસ્માઇલ ખાન પઠાણ, અબ્દુલ કૈયુમ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. પ્રદૂષણ ફેલાવતી કંપની સામે સહીઓ કરી જિલ્લા કલેકટર ભરૂચને રજૂઆત કરવાનો નિર્ધાર કર્યો હતો તેમજ સાંસદ અને ધારાસભ્યને પણ આવેદન આપવામાં આવશે