પાવીજેતપુર, તા.પ
પાવી જેતપુરના કરશન ગામે ગત શનિવારની મોડી સાંજે થયેલા ધીંગાણા બાદ સોમવાર સાંજે ગ્રામજનોએ ભેગા થઈને ડીએસપીને બુટલેગરોને પોલીસ છાવરતી હોવાનો આરોપ લગાવીને બેદરકારી દાખવનાર પોલીસ કર્મી સામે કડક પગલાં ભરવા માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુર તાલુકાના કરશન ગામે ગત શનિવારની મોડી સાંજે દારૂ લઈને જતા ઇસમ સાથે જામીન પર છૂટ્યા બાદ થયેલા ધીંગાણામાં ૩ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક તરફ ગામમાં જ વ્યસનમુક્તિનું કામ કરતા
મિતેષ દેવેન્દ્રભાઈ રાઠવા દ્વારા આવા લોકોને પકડીને પોલીસને સોંપવામાં આવે છે અને તેઓ ઉપર જ બુટલેઘર દ્વારા હુમલો કરાતા મોડી સાંજે જીલ્લા ડીએસપી ધર્મેન્દ્ર શર્માને પોલીસને વારંવાર દારૂનો ધંધો કરવાવાળા બાબતે મૌખિક અને લેખિત જાણ કરી હોવા છતાંય પોલીસ આવા બુટલેગરોને છાવરે છે. પોલીસ હપ્તા લઈને દારૂનો ધંધો કરતા બુટલેગરોને છાવરે છે અને આવા આરોપીઓ ગણતરીના કલાકોમાં છૂટી જાય છે. અને કરશન ગામે થયેલ હુમલામાં પોલીસ જવાબદાર છે તેમ કહીને જવાબદાર અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર પોલીસ કર્મી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ આવેદનપત્ર આપીને કરી છે.