પાવીજેતપુર, તા.૨
પાવીજેતપુર તાલુકાના ગઢ ગામે રહેતા ચિલુભાઈ દલુભાઈ રાઠવાએ ૧લી જાન્યુઆરી સવારે આઠ વાગ્યાના અરસામાં પોતાના મોટા પુત્ર પોપટભાઈને ઘરની આગળ વાડામાં હતા ત્યારે જણાવેલ કે તું ગાન્ડા જેવો ફરિયા કરે છે ને કોઈ કામકાજ કરતો નથી. ઢોરો ને છોડી પાકને ખવડાવી નુકસાન કરે છે,કોઈ કામકાજ કર તેમ કહી પિતા ચીનુભાઇ ઘરમાં આવી ગયા હતા. તે દરમિયાન પોપટભાઈને લાગી આવતા વાડામાંથી એકદમ દોડી આવી ઘરનું બારણું આડું કરી ઘર માં પડેલ લાકડી વડે પિતાને માથાના ભાગે મારી દેતા પિતા ચીનુભાઇ લોહીલુહાણ થઇ તમ્મર ખાઈને નીચે પડયા હતા. પોતાના પતિને માર ખાતા જોઈ પત્ની ઝાલીબેન દોડી આવી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પુત્ર પોપટ માતા ઝાલીબેન પાછળ દોડતા ઝાલી બેન ઘરની બહાર નીકળી ગઇ હતી. બહાર નીકળી બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશો આવી જતા પોપટભાઈ ત્યાંથી ભાગી ગયો હતો. પિતા ચિનુભાઈ ને બોડેલી એક ખાનગી દવાખાનામાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવ્યા હતા. ચિલુભાઈને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા થયેલ હોય જેથી બોડેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત થવા પામ્યું હતું. જે અંગે માતા ઝાલીબેને પોતાના પુત્ર પોપટભાઈ વિરુદ્ધ પતિને મારી નાખવાની ફરિયાદ નોંધાવતા કદવાલ પોલીસ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.
પાવીજેતપુરના ગઢ ગામમાં પુત્રએ પિતાની હત્યા કરી નાખતા ચકચાર

Recent Comments