પાવીજેતપુર, તા.રપ
પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામે રહેતા ગંગાબેન રાઠવા પોતાના ખેતરે ખેતી કામ કરવા માટે જઈ રહ્યા હતા. તે જ સમયે અચાનક ખેતરની અંદર છુપાઈ રહેલા આદમખોર દીપડાએ આધેડ વયની મહિલા ગંગાબેન ઉપર પાછળથી હુમલો કરી ગંગાબેનના હાથના તેમજ બરડાના ભાગે પંજા તેમજ મોંઢું મારતા ગંભીર ઘાયલ કરી દીધા હતા. સતત દસ મિનિટ જેટલી બૂમાબૂમ કરતા દીપડો ગભરાઈને જંગલમાં નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જોણ રાયપુરવાસીઓને થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં ગંગાબેનને નિહાળી ૧૦૮ને બોલાવી તાત્કાલિક પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જંગલ ખાતાના અધિકારીઓને જાણ થતાં તેઓ સ્થળ ઉપર પહોંચી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.