પાવીજેતપુર તાલુકા તેમજ નગરમાં સરકારી કચેરીઓ તેમજ શાળાઓમાં ૭૨મા પ્રજાસત્તાક પર્વની ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાવીજેતપુર તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ કચેરીમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં મામલતદાર પી.જી.નાયકના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. પાવીજેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સમીર મોજણીદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પાવીજેતપુરના હાર્દ સમાન તીનબત્તી સર્કલ ઉપર જેતપુર ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચ ઈકબાલભાઈ રેંજરના હસ્તે, પાવીજેતપુર હાઇવે નજીક આવેલ ભારતના બંધારણના ઘડવૈયા એવા ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના પ્રતિમા ઉપર મોહસીન અલી બાપુનાં હસ્તે, પાવીજેતપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ગણપતભાઇ પંચોલીના હસ્તે, પાવીજેતપુર તાલુકા શાળામાં લીલાબેન પટેલ અને અદિતીબેન વાઘેલા ના હસ્તે, મોહનસિંહ રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ૨૫ વર્ષની અવિરત સેવાઓ કરી એના ભાગરૂપે નિવૃત પટાવાળા વસાભાઈ રાઠવાના હસ્તે ધ્વજવંદન કરાવામાં આવ્યું હતું. જ્યારે પાવીજેતપુર તાલુકાની પ્રથમ હરોળની શાળાઓ એવી સિથોલ હાઈસ્કૂલમાં છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના હસ્તે, ભેંસાવહી હાઈસ્કૂલમાં માજી જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ડેરીના ડિરેક્ટર એવા રણજીતસિંહ રાઠવાના હસ્તે, કોહીવાવ આશ્રમશાળામાં નિવૃત્ત થનાર આચાર્ય આર.ઝેડ. પાઠકના હસ્તે, ભીખાપુરા હાઇસ્કૂલમાં નિવૃત્ત થનાર શિક્ષક હર્ષદભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.