પાવીજેતપુર, તા.ર૧
પાવીજેતપુરમાં કોરોના વાયરસના કહરથી બચવા માટે પોલીસ કાફલા દ્વારા નગરમાં નીકળી માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં મેમા આપવામાં આવ્યા હતા. સમગ્ર વિશ્વમાં ફરીથી કોરોના વાયરસના કહરે પોતાનું માથું ઉચકયું છે અને ઠેક ઠેકાણે કશો વધી રહ્યા છે ત્યારે પાવીજેતપુર નગરમાં તેમજ તાલુકામાંથી ૫૦ જેટલા કેસો નોંધાવા પામ્યા છે. હાલ પાવીજેતપુર નગરમાં કોરોના વાયરસનો બે-ત્રણ દિવસે એક કેસ નોંધાય છે ત્યારે આ કેસો વધી ન જાય અને કોરોના ન કહેરમાં પાવીજેતપુર નગર તેમજ તાલુકાની જનતા સપડાઈ ન જાય તે માટે પાવીજેતપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ભરવાડ પોતાની ટીમ સાથે નગરમાં નીકળી માસ્ક વિતરણ કર્યું હતું તેમજ કોરોના વાયરસના કહેરથી બચવા માટે આ માસ્ક કેવી રીતે ઉપયોગી થશે, તેની વિસ્તારથી સમજ આપી હતી. સાથે સાથે કોરોના વાયરસના કહેરથી બચવા માટે સોશિયલ ડીસટસિંગનું પાલન કડક પણે થાય તેવી સૂચનાઓ આપી હતી.