પાવીજેતપુર, તા.૧૦
પાવીજેતપુર તાલુકાના ઉત્તર વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ રહેતાં ભીખાપુરા ગામના વણકરવાસમાં એક રહીશનો કૂવો, મકાનની દીવાલ તેમજ શૌચાલય, બાથરૂમ ધારાશાયી થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા વિસ્તારમાં રાત્રી દરમિયાન પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા વરસાદનું પ્રમાણ વધુ રહેતા ભીખાપુરા વણકરવાસમાં રહેતા નારણભાઈ લાલજીભાઈ વણકર ના પાછળના ભાગમાં ભાગમાં આવેલો કૂવો ધરાશાયી થઈ ગયો હતો કૂવાની સાથે સાથે એકાએક મકાનની દીવાલ તેમજ શૌચાલય, બાથરૂમ ધરાશાયી થઇ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની કે પશુ હાની થવા પામી ન હતી. આમ પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા વિસ્તારમાં એક જ રાત્રિમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ભીખાપુરા વણકરવાસમાં રહેતા નારણભાઈનો કૂવો, દીવાલ અને શૌચાલય, બાથરૂમ ધરાશાયી થઇ ગયા હતા.