ડીસા, તા.ર૩
ડીસા તાલુકાના માલગઢ ગામે પિતરાઈ ભાઈએ બહેનનું અપહરણ કરી સતત બે મહિના સુધી બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે યુવતીએ યુવક અને તેના પિતા સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા પિતરાઈ ભાઈ દશરથભાઈ શામળાજી ટાકે તેની પિતરાઈ બહેન કોમલને ભોળવીને અપહરણ કરી તેની ગાડીમાં અમદાવાદ તરફ લઈ જઈ તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ તેને અલગ-અલગ જગ્યાએ લઇ જઇને સતત બે મહિના સુધી ધાક ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન યુવતીએ એકવાર ભાગવાનો પ્રયત્ન કરતા દશરથે યુવતીના ગાલ પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જ્યારે યુવતીએ ઘરે જઇ પરિવારને જાણ કરી હાઈકોર્ટમાં ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હકીકત જાહેર કરતા ડીસા તાલુકા પોલીસ મથકે યુવક દશરથભાઈ ટાંક (માળી) તથા તેના પિતા શામળાજીટાંક (માળી) તથા ભાઈ દીપકભાઈટાંક તથા કુંદનલાલ સોલંકી (માળી) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. એફ.એફ.રાણીએ હાથ ધરી છે.