ભૂજ, તા.૧૩
તાજેતરમાં રાપર તાલુકાના હમીરપર ગામમાં કોલી-રાજપૂત વચ્ચેની અથઠામણમાં એક જ પરિવારના પાંચ વ્યકિતઓની હત્યા થવાના ચકચારી પ્રકરણમાં આડેસર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હમીરપર ગામમાં બે જૂથ વચ્ચે ઝઘડો ચાલતો હતો અને સ્થિતિ ગંભીર હતી છતાં આડેસર પોલીસ મથક દ્વારા કોઈ તાકીદના પગલા લેવાયા નહોતા જેથી આ હત્યાકાંડ સર્જાયો હતો તેવું પોલીસના ઉચ્ચ અધિકારીઓની તપાસમાં બહાર આવતા આડેસર પોલીસ મથકના પી.આઈ.બી.વી. ચુડાસમાને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ પરીક્ષીતા રાઠોડ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે.