કોલકાત્તા,તા.૨૫
ભારતની પ્રથમ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ-મૅચ ઇડન ગાર્ડન્સમાં ત્રીજા દિવસે પહેલા જ સત્રમાં પૂરી થઈ ગઈ હતી, પરંતુ એકંદરે આ મૅચને ભારત અનેરી સફળતા ગણે છે. ભારતીય ક્રિકેટ બોર્ડના નવા પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગઈ કાલે ખાતરી આપતા કહ્યું હતું કે ‘પિન્ક બૉલથી રમાતી ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ દેશના તમામ ભાગોમાં લઈ જવામાં આવશે.’
ગાંગુલીએ બંગલાદેશ સામેના એક દાવ અને ૪૬ રનથી મળેલા વિજય બાદ મેદાન પર હરભજન સિંહ અને ગૌતમ ગંભીર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આપણી સૌપ્રથમ ડે/નાઇટ ટેસ્ટ ઇડનમાં સફળતાપૂર્વક રમાઈ ગઈ, પણ હવે પછીની ડે/નાઇટ ટેસ્ટ મુંબઈ, બેંગલુરુ, મોહાલી તથા ચેન્નઈ જેવા બીજા મોટા સ્થળે પણ રમાવી જોઈએ. અહીંની ડે/નાઇટ ટેસ્ટની સૌથી મોટી સફળતા એ છે કે લોકો હવે ટેસ્ટ-મૅચ જોવા નથી આવતા, પણ આ ડે/નાઇટ ટેસ્ટ જોવા હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા.