(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.ર૯
સુરત જિલ્લામાં ધાડ-લૂંટના બનાવો અટકાવવા તથા આરોપીઓને ઝડપી પાડવા સુરતના ડીએસપી મહેશ નાયકે સુરત જિલ્લા એસઓજી શાખાના ઈન્ચાર્જ પીઆઈ એ.વાય. બલોચનાઓને ચોક્કસ દિશામાં તપાસ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એસઓજી શાખાના અ.હે.કો. મહેન્દ્રભાઈને બાતમી મળી કે અગાઉ સુરત સિટી અને ેએમ.પી.માં ધાડ-લૂંટના ગુનાઓમાં પકડાયેલો આરોપી કામરેજ ચોકડી પાસેથી રત્નપુરી કોમ્પલેક્ષ વિસ્તારમાંથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ અને એક તમંચા તથા ચાર જીવતા કારતૂસો સાથે ઝડપી લીધો હતો.
ડીવાયએસપીએ એક પત્રકાર પરિષદ બોલાવી માહિતી આપતા જણાવ્યું કે ઉપરોકત જે આરોપી પકડાયો છે એનું નામ નવલસિંગ ઉર્ફે નવલ તોફાનસીંગ દાહમા મૂળ રહેવાસી ગોવાળી ગામ કાળીગામા દોતડ ફળીયું, ચાણા મેઘનગર જિ. જાંબુવા (એમપી)નો છે એની પાસેથી એક પિસ્તોલ, એક તમંચો, ચાર કારતૂસ, મોબાઈલ રોકડા પર૦ રૂપિયા મળી કુલ ૪૧,૪ર૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.
આ આરોપી નવલસિંગ ઉર્ફે નવલો એમ.પી. ખાતેથી અજાણ્ય ઈસમ પાસેથી દેશી તમંચો અને પિસ્તોલ ખરીદી સુરત શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા વિસ્તારોમાં રેકી કરી એમ.પી.ના સાગરીતો સાથે મળી ધાડ-લૂંટના ગુનાઓ આચરવાના હતા આ આરોપી ઝડપાઈ જતા સુરત જિલ્લા એસઓજી શાખાના ઈન્ચાર્જ પીઆઈ એ.વાય. બલોચ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે જેથી વધુ ગુના ઉકેલાશે.
પિસ્તોલ અને તમંચા સાથે છ ગુનામાં નાસતો ફરતો રીઢો આરોપી ઝડપાયો

Recent Comments