(એજન્સી)                       તા.૧૨
૧. પડતાં પર પાટુંની જેમ મોંઘવારીની ચક્કીમાં પીસાતા નોકરિયાત વર્ગને હવે સરકારે મોટો ઝટકો આપ્યો છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના ૬ કરોડથી પણ વધુ ખાતાધારકોને વ્યાજની કમાણીમાં મોટો ફટકો પડ્યો છે.
૨. કારણ કે ઈઁર્હ્લંના સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝે ૨૦૨૧-૨૨ માટે ઁહ્લ થાપણો પરના વ્યાજ દર તરીકે ૮.૧૦% મંજૂર કર્યા છે, જે વ્યાજ દર ચાર દાયકાથી વધુમાં સૌથી નીચો છે. ઈઁર્હ્લં એ ૧૯૭૭-૭૮માં તેના ખાતા ધારકોને ૮.૦% વ્યાજ આપ્યું હતું. ત્યાર બાદ હેમેશા તે ૮.૨૫% કે તેનાથી વધુ રહ્યું છે.
૩. જો વાત કરીએ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ની તો ઈપીએફઓએ ૮.૫૦% વ્યાજ ચૂકવ્યું હતું. જ્યારે ૨૦૧૮-૧૯માં ૮.૬૫%, ૨૦૧૭-૧૮માં ૮.૫૫%, ૨૦૧૬-૧૭માં ૮.૬૫% અને ૨૦૧૫-૧૬માં ૮.૮૦% જેટલું હતું.
૪.ગુવાહાટીમાં શનિવારે મળેલી ઈઁર્હ્લંની બોર્ડ મીટિંગમાં ટ્રેડ યુનિયનોના ભારે વિરોધ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈઁર્હ્લંના સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટી અથવા ઝ્રમ્‌ એ ત્રિપક્ષીય સંસ્થા છે જેમાં સરકાર, કામદારો અને નોકરીદાતાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે અને ઝ્રમ્‌નો નિર્ણય ઈઁર્હ્લં માટે બંધનકર્તા છે. તેનું નેતૃત્વ શ્રમ મંત્રી કરે છે.
૫. જો કે, નાણા મંત્રાલયે ઝ્રમ્‌ દ્વારા જાહેર કરાયેલા વ્યાજ દરને સૂચિત કરવામાં આવે તે પહેલાં તેની ચકાસણી કરવી પડે છે. એકવાર સરકારની મંજૂરી મળી જાય પછી વ્યાજની આવક પીએફ ખાતાધારકોના ખાતામાં જમા થાય છે.
૬. નાણાં મંત્રાલય છેલ્લા કેટલાક સમયથી શ્રમ મંત્રાલયને પ્રોવિડન્ટ ડિપોઝિટ પર વ્યાજ દર ઘટાડવા અને તેને અન્ય નાની બચત યોજનાઓની સમકક્ષ લાવવા દબાણ કરી રહ્યું છે.
૭. ઈઁર્હ્લં નાણાં મંત્રાલય દ્વારા સરકાર દ્વારા મંજૂર કર્યા પછી જ વ્યાજ દર પ્રદાન કરે છે. માર્ચ ૨૦૨૦માં ઈઁર્હ્લંએ પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પરનો વ્યાજ દર ૨૦૧૮-૧૯ના ૮.૬૫ ટકાથી ઘટાડીને ૨૦૧૯-૨૦ માટે ૮.૫૦ ટકા કર્યો હતો. જે સાત વર્ષના નીચલા સ્તરે હતો. ૨૦૧૯-૨૦ માટે આપવામાં આવેલ ઈઁહ્લ વ્યાજ દર ૮.૫૦ ટકા ૨૦૧૨-૧૩ પછી સૌથી નીચો વ્યાજ દર હતો.
૮. ઈઁર્હ્લંએ ૨૦૧૬-૧૭માં તેના સબસ્ક્રાઈબર્સને ૮.૬૫ ટકા અને ૨૦૧૭-૧૮માં ૮.૫૫ ટકા વ્યાજ દર આપ્યું હતું. ૨૦૧૫-૧૬માં વ્યાજ દર ૮.૮૦ ટકાથી થોડો વધારે હતો. તેણે ૨૦૧૩-૧૪ તેમજ ૨૦૧૪-૧૫માં ૮.૭૫ ટકા વ્યાજ આપ્યું હતું, જે ૨૦૧૨-૧૩ના ૮.૫ ટકા કરતાં વધુ હતું. જ્યારે ૨૦૧૧-૧૨માં વ્યાજ દર ૮.૨૫ ટકા હતો.
૯. ઁહ્લની શરૂઆત ૧૯૫૨માં થઈ હતી. ૧૯૫૨ થી ૧૯૫૫ સુધી ૩% વ્યાજ આપવામાં આવ્યું છે. ૧૯૭૨માં પ્રથમ વખત વ્યાજ દર ૬% થી ઉપર પહોંચ્યો. તે ૧૯૮૪માં વ્યાજદર ૧૦%થી ઉપર પહોંચ્યો હતો. ૧૦. પીએફ ધારકો માટે શ્રેષ્ઠ સમય ૧૯૮૯થી ૧૯૯૯નો હતો. આ દરમિયાન પીએફ પર ૧૨% વ્યાજ મળતું હતું. તે પછી વ્યાજ દર ઘટવા લાગ્યા અને ૧૯૯૯ પછી વ્યાજ દર ક્યારેય ૧૦%ની નજીક પહોંચ્યા નથી.