(એજન્સી) તા.૩૦
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ કોરોના વાયરસ રોગચાળા સામે લડવામાં લોકોની આર્થિક સહાય મેળવવા માટે બનાવેલા પીએમ કેરેસ ફંડ સંબંધિત દસ્તાવેજો જાહેર કરવાનો ઇનકાર કરી દીધો છે.
તે ઉપરાંત પીએમઓએ લોકડાઉન, કોવિડ -૧૯ પર ઉચ્ચ સ્તરીય બેઠક, આરોગ્ય મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલય વચ્ચે આ સંબંધમાં પત્રવ્યવહાર અને નાગરિકોના કોવિડ-૧૯ પરીક્ષણ સંબંધિત ફાઇલોને જાહેરમાં લાવવાનો પણ ઇનકાર કરી દીધો છે.
ખાસ વાત તે છે કે, પીએમઓએ જે આધાર પર આ જાણકારી આપવાની સ્પષ્ટ ના પાડી છે, તેમાં પણ કોઈમાં પણ સીધી રીતે જાણકારી આપવાથી ઈન્કાર કરવામાં આવ્યો નથી. તેમાંથી એક સુપ્રીમ કોર્ટનું કથન છે, જે ખુબ જ વિવાદોમાં રહ્યું છે.
ગ્રેટર નોએડા નિવાસી અને પર્યાવરણ કાર્યકર્તા વિક્રાંત તોગડેએ ૨૧ એપ્રિલ ૨૦૨૦ને એક સૂચના અધિકારી (આરટીઆઈ) આવેદન દાખલ કરીને વડાપ્રધાન કાર્યલાય પાસે કુલ ૧૨ અલગ-અલગ પ્રકારની જાણકારી માંગી હતી.
પીએમઓએ કહ્યું, ‘આરટીઆઈ એક્ટ હેઠળ આવેદનકર્તાઓને તે પરવાનગી નથી કે, એક જ આવેદનમાં વિભિન્ન વિષયો સાથે જોડાયેલી જાણકારી માંગવામાં આવે, જ્યાર સુધી આ અનુરોધોને અલગ-અલગથી માનવામાં આવે છે અને તેના અનુસાર ચૂકવણી કરવામાં આવે છે.
વડાપ્રધાન કાર્યાલયનો આ જવાબ કેન્દ્રીય સૂચના આયોગના નિર્ણય અને કાનૂન કસોટી પર ખરૂ ઉતરતું પ્રતીત થતું નથી.પીએમઓના કેન્દ્રીય જન સૂચના અધિકારી (સીપીઆઈઓ) પરવીન કુમારે તે જવાબ આપવા માટે સીઆઈસીનો એક આદેશ અને સુપ્રીમ કોર્ટના એક નિર્ણયમાં પીઠના એક કથનનો સહારો લીધો છે. જોકે, એવું પ્રતીત થાય છે કે, કુમારે આ બંને નિર્ણયોને સમજવામાં ભૂલ કરી છે, કેમ કે, આ બંને નિર્ણય સૂચના આપવાના કોઈપણ રીતની રોક લગાવતા નથી.