(એજન્સી) ઈમ્ફાલ, તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વૈજ્ઞાનિકોને કહ્યું કે તેઓ સામાન્ય લોકોના લાભ માટે સંશોધન કરે. આરએન્ડડીને રાષ્ટ્રના વિકાસ માટે સંશોધન તરીકે પુનઃ પરિભાષિત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. અહીંયા ૧૦પમી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના ઉદ્ઘાટન સત્રને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, ભારતની સમૃદ્ધ પરંપરા રહી છે અને સંશોધન તથા વિજ્ઞાન તેમજ ટેકનોલોજીના ઉપયોગનો લાંબો ઈતિહાસ રહ્યો છે. તેમણે વૈજ્ઞાનિક સમુદાયને પોતાના સંસાધનનો વિસ્તાર કરવાની વિનંતી કરી અને કહ્યું, આ ક્ષેત્રમાં અગ્રણી દેશોની વચ્ચે પોતાના યોગ્ય સ્થાનનો પુનઃ દાવો કરવાનો આ યોગ્ય સમય છે. મોદીએ કહ્યું કે, રાષ્ટ્રની સમૃદ્ધિ અને વિકાસ માટે મુખ્ય ટેકનોલોજીઓને ભવિષ્યમાં લાગુ કરવા માટે દેશે તૈયાર રહેવું જોઈએ.
ટેકનોલોજીનું શિક્ષણ, સ્વાસ્થ્યની સારસંભાળ તેમજ બેન્કિંગ સેવાને નાગરિકો સુધી વધારે પહોંચાડવામાં મદદ કરશે.
• આજે એ વાતની જરૂરિયાત છે કે પોતાની વૈજ્ઞાનિક સિદ્ધિઓને સમાજ સુધી પહોંચાડવામાં આવે તેનાથી યુવાઓ તે તરફ આકર્ષાશે.
• આપણે આપણી સંસ્થાઓ અને પ્રયોગશાળાઓ પોતાના બાળકો માટે ખોલવી પડશે. હું વૈજ્ઞાનિકોને વિનંતી કરું છું કે, શાળાના બાળકો સાથે સંવાદ યથાવત રાખવા માટે તેઓ કોઈ તંત્ર વિકસિત કરે.
• યુવાનોમાં વૈજ્ઞાનિક ચિંતન વિકસિત કરવા માટે વડાપ્રધાને વૈજ્ઞાનિકોને વ્યક્તિગત વિનંતી કરી કે, તેઓ ધોરણ-૯થી ૧રના ૧૦૦ વિદ્યાર્થીઓની સાથે વાર્ષિક ૧૦૦ કલાકો વિતાવે અને તેમની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી પર ચર્ચા કરે.
• ર૦રર સુધી ૧૦૦ ગીગાવોટની ક્ષમતાની સ્થાપના અને સૌર ઉર્જાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું.
• બજારમાં હાલ ઉપલબ્ધ સોલાર મોડ્યુલની ક્ષમતા લગભગ ૧૭-૧૮ ટકા છે. શું આપણા વૈજ્ઞાનિકો સોલર મોડ્યુલ વિકસિત કરવાના પડકારને સ્વીકારશે. જેને સમાન ખર્ચે ભારતમાં જ બનાવી શકાય.
પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કહ્યું સામાન્ય લોકોના લાભ માટે સંશોધન કરો

Recent Comments