(એજન્સી) તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેઠળ ભાજપ પોતાના એકલાના આધારે સારી એવી બહુમતી સંસદમાં ધરાવે છે અને તેથી ઓછું હિંદુત્વ માનસ ધરાવતા ગઠબંધન ભાગીદારોને સમાવવા માટે તેના પર દબાણ નથી કારણ કે તેમને આવા કોઇ ગઠબંધનની બહુમતી માટે જરુર નથી.
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ભાજપ પ્રથમવાર લોકસભામાં એક પણ ચૂંટાયેલા મુસ્લિમ સભ્ય વગર સત્તાધારી પક્ષ બન્યો છે. પ્રધાન મંડળમાં જે ત્રણ મુસ્લિમો છે તે તમામની રાજ્યસભામાંથી નિમણૂક કરાઇ છે. ભારતીય લોકતંત્રમાં પ્રથમ વખત ત્રણ ટોચના બંધારણીય પદ-રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એ ત્રણેય આરએસએસ સભ્યો દ્વારા ધરાવવામાં આવી રહ્યા છે. આ એ વાતનો નિર્દેશ આપે છે કે ભારતનું હિંદુ રાષ્ટ્રમાં રૂપાંતર કરવાના હિંદુત્વ પ્રોજેક્ટની દિશામાં એક મહત્વનું પગલું છે એવો નિષ્કર્ષ ટાળવો મુશ્કેલ છે. અથવા તો ભારત વિશિષ્ટ હિંદુ ઓળખ સાથેનું રાષ્ટ્ર છે. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હિંદુત્વ બંધારણની કામગીરીમાં પરિવર્તન લાવશે ? એવો પ્રશ્ન શશી થરુરે કર્યો છે.
શશી થરુરે પોતાના પુસ્તક ‘વ્હાય આઇ એમ હિંદુ’માં વેધક સવાલ ઉઠાવ્યો છે કે શું હિંદુત્વ હૃદયપૂર્વક બંધારણનો સ્વીકાર કરશે ? ૧૧ ડિસે.૧૯૯૫ના રોજ ઉદાર મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જાણીતા જે એસ વર્માના વડપણ હેઠળની સુપ્રીમકોર્ટની ત્રણ જજની બેંચે એવું જાહેર કર્યુ હતું કે હિંદુત્વ એ ધર્મ નહીં પરંતુ જીવન પદ્ધતિ છે.
ભાજપે ૧૯૯૬ની સામાન્ય ચૂંટણીમાં તેને પ્રચારનો એક ભાગ બનાવી દીધો હતો. ભાજપે એવો દાવો કર્યો હતો કે સુપ્રીમકોર્ટે હિંદુત્વનો ખરો અર્થ સેક્યુલરીઝમના ખરા અર્થને સુસંગત છે એ વાતને માન્ય રાખી છે.