અમદાવાદ, તા.૨૨
લોકસભાની ચૂંટણી જાહેર થયા પહેલાં જાણે આંદોલનની મૌસમ ખીલી ઊઠી છે જેમાં સસ્તા અનાજની દુકાનો ધરાવતા રેશનિંગ વિતરકો તેમની દુકાનોમાંથી અપાતી ચીજ-વસ્તુઓના કમિશનમાં વધારા સહિતની પડતર માગણી માટે રાજ્યભરમાં બે દિવસની હડતાળ પાડી ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે. આ ધરણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને રેશનિંગ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પણ રાજ્યભરના રેશનિંગ દુકાનધારકો સાથે ધરણા કર્યા હતા. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરતા સસ્તા અનાજની દુકાનો ધરાવતા વેપારીઓ દ્વારા સરકાર સામે ભારે રોષ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર કરી દેખાવો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા લેખાનુદાનમાં રેશનિંગ વિતરકોના કમિશનમાં વધારાની જાહેરાતને પ્રહલાદ મોદીએ ગેરમાર્ગે દોરનારી જાહેરાત ગણાવીને કહ્યું હતું કે, નાણામંત્રી નીતિન પટેલ ગણિતમાં કાચા અને બોલવામાં પાકા હશે, પરંતુ હું માં ઉમિયાને પ્રાર્થના કરીશ કે, નીતિન પટેલને સમજણ આપીને ગણિત શિખવાડો. ગુજરાત રાજ્યમાં રેશનિંગની દુકાનો ચલાવતા વેપારીઓની પડતર માગણીઓના સંદર્ભે બે દિવસના ધરણા અને પ્રદર્શન ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે યોજવામાં આવ્યા છે. જેમાં કમિશન વધારવાની માગણી સાથે રાજ્યભરમાંથી આવેલા રેશનિંગની દુકાનો ચલાવતા અનેક વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે વડાપ્રધાનના ભાઈ પ્રહલાદ મોદીએ કહ્યું કે, નીતિન પટેલ બજેટમાં રૂપિયા ૧રપ કમિશન ગુજરાતના રેશનિંગ વિતરકોને આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત જનતાને ગેરમાર્ગે દોરનારી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, હકીકતમાં ર૦૧૪ના વર્ષમાં કેન્દ્ર સરકાર પ્રતિ કિલોએ ૭૦ પૈસા અને ગુજરાત સરકારે પૈસા વધાર્યા હતા. તેમાં હવે ર૩ પૈસાની જાહેરાત થતાં પ્રતિ કિલોએ ૧.૮ પૈસા જ કમિશન થાય. આથી નીતિન પટેલ દ્વારા ૧રપ રૂપિયા ક્વિન્ટલ એટલે કે, ૧.રપ પૈસા કમિશન એક કિલોએ થાય. જો એવું લેખિતમાં કમિશન શબ્દ નીતિન પટેલ આપે તો હું સ્વીકારીશ. કારણ કે, ૧૭ રૂપિયા કમિશન અમને મળે. એટલો તો મેન્ટેનસ ખર્ચ છે.
પીએમ મોદીના ભાઈએ પણ રેશનિંગ વિતરકોની પડતર માગણીઓને લઈ પકડી આંદોલનની વાટ

Recent Comments