(એજન્સી) તા.૨
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે જોડાવા માટે રેડિયો પર મન કી બાત કરે છે. પીએમ મોદીના આ કાર્યક્રમથી લોકોમાં ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે. હવે પીએમ મોદીના પગલે પગલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ટૂંક સમયમાં મન કી બાત કરી શકે છે. હિન્દુસ્તાન ટાઇમ્સના સમાચારો અનુસાર રાહુલ ટૂંક સમયમાં પોડકાસ્ટ કાર્યક્રમ શરૂ કરી શકે છે. રાહુલ ગાંધી ટૂંક સમયમાં ઓનલાઇન પકડ વધારવા માટે પોડકાસ્ટ કાર્યક્રમ શરૂ કરી શકે છે.
રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધી ટૂંક સમયમાં પોડકાસ્ટ સર્વિસમાં હાથ અજમાવી શકે છે. જો કે, આ અંગે હજી એક યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી આ માટે નિષ્ણાતોનો અભિપ્રાય લઈ રહી છે. પોડકાસ્ટ પ્રોગ્રામ કેવી રીતે બનાવવો અને શક્ય તેટલા લોકોને તે કેવી રીતે ઉપલબ્ધ કરાવવું તે અંગે યોજનાની તૈયારી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી આને પીએમ મોદીની મન કી બાતનો પ્રતિકાર માની રહી છે.
આમાં રાહુલ ગાંડી પોડકાસ્ટ દ્વારા લોકોને ઓડિયો સંદેશા જાહેર કરશે. તાજેતરમાં રાહુલ ગાંધીએ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. લોકડાઉન દરમિયાન તેણે તેનો ઘણી વખત ઉપયોગ કર્યો હતો. રાહુલ ગાંધીની આ યુટ્યુબ ચેનલના ૨૯૪,૦૦૦ સબ્સ્ક્રાઇબર્સ છે. કોંગ્રેસ નેતાએ આ ચેનલ પર સ્થળાંતર સંબંધિત ઘણા વીડિયો અપલોડ કર્યા હતા, જેને લોકોએ ખૂબ જોયું છે.
રાહુલ ગાંધીએ હવે યુટ્યુબ પછી લોકોમાં તેની પહોંચ વધારવા માટે ડિજિટલ મીડિયાનો ઉપયોગ શરૂ કર્યો છે. ડિજિટલ વર્લ્ડ દ્વારા રાહુલ ગાંધી હવે પીએમ મોદીને પડકારવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં પોડકાસ્ટ દ્વારા લોકોને રાહુલ ગાંધીનો સંદેશો મળી શકે છે. જોકે, હાલમાં આ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી.